રાજુલામાં સિવિલ હોસ્પિટલના રેસ્ટ રૂમમાં એક વ્યક્તિ ઉંઘતો હતો ત્યારે ચોરીછુપીથી આવેલો વ્યક્તિ મોબાઈલ અને પાકીટની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. મનિષભાઈ રસીકભાઈ બારૈયા (ઉ.વ.૨૩)એ જાહેર કર્યા મુજબ, તેઓ રાજુલા સિવિલ હોસ્પિટલના રેસ્ટ રૂમમાં સુતા હતા ત્યારે છુપી રીતે પ્રવેશેલો વ્યક્તિ તેમનો મોબાઇલ ફોન અને પાકીટ ચોરીને ફરાર થઈ ગયો હતો. પાકીટમાં જરૂરી ડોક્યુમેન્ટ હતા. કુલ ૧૭,૮૯૯ રૂપિયાની ચોરી કરી ઈસમ ફરાર થઈ ગયો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એફ. ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.