રાજુલા-સાવરકુંડલા હાઈવે પર ૪૦થી વધુ ખાડાઓ પડ્યા છે. રાજ્ય સરકારના આદેશ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. થોડા દિવસો પહેલા કેટલાક ખાડાઓમાં માત્ર માટી નાખવામાં આવી હતી. પરંતુ વરસાદને કારણે સ્થિતિ વધુ બગડી છે. રાજુલા બાયપાસ વિસ્તારમાં પણ મોટા ખાડાઓ પડ્યા છે. સાવરકુંડલાથી અમરેલી નેશનલ હાઈવે પર પણ આવી જ સ્થિતિ છે. રાહદારીઓએ સરકાર પર આક્ષેપ કર્યો છે કે મોટા નેતાઓના આગમન વખતે રાતોરાત ખાડા પુરાય છે, પરંતુ સામાન્ય દિવસોમાં કોઈ ધ્યાન આપતું નથી. વાહનચાલકોની માગ છે કે તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવામાં આવે અને માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.










































