રાજુલા-સાવરકુંડલા રોડ પર નચિકેતા સ્કૂલ નજીક બે બાઇક સામ-સામે અથડાતા એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં તેને ૧૦૮ મારફત રાજુલા સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ જ્યાં તેને વધુ ઇજા હોવાનું જણાતા વધુ સારવાર અર્થે ભાવનગર રીફર કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે આ જગ્યા પર અવારનવાર અકસ્માત બને છે. બે બાઈક વચ્ચે અકસ્માત થયા બાદ એક બાઈકચાલક નાસી ગયો હતો. જેથી હાલ આ ઘટનામાં અકસ્માત કરનાર કોણ ? તેની તપાસ પોલીસ ચલાવી રહેલ છે. આ અકસ્માતમાં ઇજા પામનારનું નામ હરેશભાઈ નાથાભાઈ સોલંકી રહે. ધુડીયા આગરીયા હોવાનું જાણવા મળ્યુ છે.