રાજુલા-સાવરકુંડલા રોડના નવીનીકરણ માટે સ્થાનિક નેતા રમેશભાઈ વી. વસોયાએ ધારાસભ્ય અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે રાજુલા-સાવરકુંડલાથી જુની માંડરડીથી ધારેશ્વર જતો રોડ ઘણા સમયથી જર્જરિત થયેલ છે. રમેશભાઈ વસોયાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આ રોડ પર વાહનોની અવરજવર વધુ પ્રમાણમાં હોય છે. વરસાદના કારણે રોડ ઉપર ખાડા પડી ગયેલ છે અને કેટલીક જગ્યાએ રોડનું ધોવાણ થયેલું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે સંબંધિત અધિકારીઓને રોડનું સમારકામ કરવા અને જરૂરી પુરાણ કરી રોડને સારી સ્થિતિમાં લાવવા વિનંતી કરી છે. જુની માંડરડી સેવા સહકારી મંડળીના પ્રમુખ અને રાજુલા પિયત સિંચાઈ મંડળના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા રમેશભાઈ વસોયાએ આ માંગણી કરી છે.