કાઠી ક્ષત્રિય સમાજના માતૃશક્તિ ઉમ્મીદ ફાઉન્ડેશન સંચાલિત આઇ સોનલ શક્તિ સંગઠનની રાજુલા તથા સાવરકુંડલામાં અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં અધ્યક્ષસ્થાને મહિલા અધ્યક્ષ નંદાબા માંજરીયા તથા ઉપપ્રમુખ મનીષાબા વાળા ઉપસ્થિત રહ્યા હતા. નંદાબા માંજરીયા, સોનલબા વાળા તથા મનીષાબા વાળા દ્વારા વિધવા બહેનોને સરકાર દ્વારા અપાતી સહાય યોજનાનું માર્ગદર્શન અપાયું હતું. આ તકે કાઠી સમાજની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.