રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ તંત્રનો વહીવટ શહેર પીજીવીસીએલ કચેરી દ્વારા કરવામાં આવે છે. પરંતુ ગમે તે કારણોસર છેલ્લા એક માસથી એટલો બધો વહીવટ કથળી ગયો છે કે દિવસમાં લાઈટ બે ત્રણ વાર જાય છે અને કલાકોના કલાકો સુધી રીપેરીંગ કરવામાં આવતી નથી. આ સ્થિતિમાં શાળાના બાળકો, દવાખાનાના દર્દીઓ, નાના બાળકો અને વૃદ્ધો હાડમારી ભોગવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કોઈ સાંભળવાવાળું જ હોતું નથી અને બપોરે એકથી ત્રણ વાગ્યામાં લાઇટ જતી હોવાથી નાના બાળકો ખૂબ જ રડતા હોય છે. ગરીબોના ઘરે ઇન્વેટર ન હોય માત્ર પંખા જ હોય છે જે પંખા બંધ થઈ જતા માતાઓ બાળકોને લઈ તેમ દોડધામ કરે છે. ગામના વેપારીઓએ પણ આજે અમરેલી હેડ ઓફિસ તેમ જ રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણી વેપારી બકુલભાઈ વોરાએ સ્થાનિક નાયબ કાર્યપાલક રાજુલા તેમજ સાવરકુંડલા ઇજનેરને રજૂઆત કરી તાત્કાલિક સ્ટાફને ઘટ્ટ હોય અધિક ઇજનેર અમરેલી તો લોન ઉપર કે વધારાના માણસો રાજુલામાં ફાળવવામાં આવે તેવી માંગણી કરી છે. વીજ ધાંધિયાના કારણે રાજુલા સીટીના નાના ઉદ્યોગો પણ એક માસથી હેરાન પરેશાન થાય છે. હીરાના કારીગરો પણ પરેશાન થાય છે.








































