રાજુલામાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતાં છ ઈસમો રોકડા ૨૬,૦૩૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. દકુભાઇ ધીરૂભાઇ સારોલા, પ્રફુલભાઇ મનજીભાઇ સોલંકી, સુરેશભાઇ ત્રિકમદાસ ગોડેશ્વર, વલકુભાઇ ભગવાનભાઇ ભુકણ, વનરાજભાઇ જેતુભાઇ ધાધલ તથા કાદરભાઇ ઇસુફભાઇ બલોચ સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં ખુલ્લેઆમ તીનપત્તીનો હાર જીતનો જુગાર રમતા રોકડા રૂ.૨૬,૦૩૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.ડી. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.