રાજુલામાં ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત સપ્તાહમાં અનોખી વેશભૂષા સાથે નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભાગવત સપ્તાહમાં પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકી, બાબુભાઇ કોટીલા, મનુભાઇ ધાખડા, ગૌતમભાઇ વરૂ, અમરૂભાઇ બારોટ, પ્રતાપભાઇ, સાગરભાઇ સરવૈયા, નિરવભાઇ ઠાકર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.