રાજુલામાં રાજગોર બ્રાહ્મણ અને સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શિવાનંદ સરસ્વતી બાપુની ૭૩મી નિર્વાણ તિથિ ઉજવવામાં આવશે.આ તિથિ ઉજવવામાં અખિલ ભારતીય સમસ્ત સાધુ સમાજના પ્રમુખ સુરેવ ધામ ચાપરડા મુક્તાનંદ બાપુ અને વાંકુની ધાર વાળા રામબાલકદાસ બાપુના શિષ્ય કરૂણાનિધાન બાપુ, કેસરી નંદન હનુમાનજી મહારાજ મંદિરના સનાતન દાસ બાપુની ઉપસ્થિતિમાં રાજુલા શહેરના સંન્યાસ આશ્રમમાં વર્ષોની પરંપરા મુજબ પૂજ્યપાદ ૧૦૮ સ્વામી શિવાનંદ સરસ્વતીજી રેવાદાસ બાપુની પુણ્યતિથિની ઉજવણી રાજગોર બ્રાહ્મણ અને સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવશે.