રાજુલા શહેરમાં નવું વીજ સબ સ્ટેશન ફાળવવા ધારાસભ્ય અંબરીશભાઇ ડેર દ્વારા ઉર્જામંત્રીને રજૂઆત કરવામાં આવી છે. શહેરમાં લો વોલ્ટેજનો પ્રશ્ન અવારનવાર ઉપÂસ્થત થતો હોય, જેના કારણે બત્તી ગુલની સમસ્યાનો સામનો લોકોને કરવો પડે છે. જેથી શહેરમાં નવું વીજ સબ સ્ટેશન ફાળવવામાં આવે તો લો વોલ્ટેજનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થઇ જાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય, તેમ ધારાસભ્ય અંબરીશભાઇએ કરેલ રજૂઆતમાં જણાવ્યું હતું.