રાજુલા શહેરમાં તાલુકા પંચાયત અને ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર, જિલ્લા વહીવટીતંત્ર અમરેલીના સંયુક્ત ઉપક્રમે મહિલાઓના સામાજિક પ્રશ્નોના નિરાકરણ માટે નારી અદાલતોની કાર્યપદ્ધતિ અને મહિલાઓના હકોની જાણકારી માટે નારી સંમેલનનું આયોજન રાજુલા ખાતે કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને પોતાની વાનગીઓ તેમજ કૃતિઓ રજૂ કરી હતી. તેમને વિવિધ કાયદાકીય બાબતોથી વાકેફ કરવામાં આવ્યાં હતાં. તાલુકા પંચાયત પ્રમુખ છાયાબેન પુરોહિત, રવુભાઈ ખુમાણ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરિયાની અધ્યક્ષતામાં મહિલાઓને વિવિધ માહિતી આપવામાં આવી હતી.