રાજુલા શહેરના ઇતિહાસમાં પ્રથમવાર શ્રીમદ્‌ દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજુલા અંબા માતાના મંદિરે મહિલા સત્સંગ મંડળ દ્વારા આયોજિત આ દિવ્ય કથાના વક્તા તરીકે સુપ્રસિદ્ધ કથાકાર હિતેશ દાદા જાખરા પોતાની અમૃતવાણી વરસાવશે. આ કથા માઁ અંબા મંદિર, શુભ અખેડા, બસ સ્ટેન્ડ સામે, રાજુલા ખાતે યોજાશે. કથાનો સમય સવારે ૯ઃ૦૦ થી ૧૨ઃ૦૦ અને બપોર પછી ૩ઃ૦૦ થી ૬ઃ૦૦નો રાખ્યો છે. પૂજારી કનુભાપુ ગોંડલીયા તેમજ સર્વ ધર્મપ્રેમી જનતા દ્વારા કથા શ્રવણ માટે પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કથા દરમિયાન ભાવિકો માટે બંને ટાઇમ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.