રાજુલા શહેરનું તંત્ર છેલ્લા ઘણા સમયથી ધણીધોરી વગરનું હોય તેમ ચાલી રહ્યું છે. કોઈ પુછવા કે સાંભળવાવાળુ નથી. શહેરમાં રિલાયન્સ ટ્રેન્સની બાજુમાં રોડ પર પીજીવીસીએલ દ્વારા પોલ ઉભો કરી દેવામાં આવ્યો જે રોડ વચ્ચે જ હોવાથી પસાર થતાં લોકોને નડતરરૂપ બની રહ્યો છે. ઉપરાંત રાજુલા શહેરમાં જુની પોસ્ટ ઓફિસની સામે બજાજ ફાયનાન્સની ઓફિસ નીચે જાહેર માર્ગ પર ઉપર જવા માટે લોખંડની સીડી ઉભી કરી દેવામાં આવી છે. તો આ સીડી અને પોલ ઉભા કરવા કોઈની મંજૂરી લેવામાં આવી હતી ખરી ? એક બાજુ તંત્ર દબાણ દુર કરવા ડીમોલેશનની કાર્યવાહી કરે છે તો આવા દબાણોનું શું ? તેવો પ્રશ્ન લોક મુખે ચર્ચાઈ રહ્યો છે.