રાજુલામાં રહેતા દુલાભાઈ ઉકાભાઈ નકુમ (ઉ.વ.૪૭)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી અલ્પાબેન (ઉ.વ.૨૨)ના લગ્ન ભાદ્રોડ ગામના યુવક સાથે થયા હતા. જા કે યુવતી છેલ્લાં ઘણા દિવસથી પોતાના પિતાની ઘરે રહેતી હતી ત્યારે ત્રણ દિવસ પહેલા સાંજના સમયે ઘરે કોઈને કંઈ જાણ કર્યા વગર ક્યાંક જતી રહી હતી. પરિવારજનોએ ઘણી શોધખોળ કરવા છતાં યુવતી નહી મળતા યુવતીના પિતાએ પોલીસમાં જાણ કરી હતી.