રાજુલા શહેરમાં આવેલ શંખેશ્વરી માતાજીના મંદિરે દર વર્ષની માફક આ વર્ષે પણ ૩૪ મો પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું પાટોત્સવના આગલે દિવસે ભવ્યથી ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામાંકિત કલાકારોએ જમાવટ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે મંદિર ખાતે હવનનું આયોજન કરાયું હતું. આ હવનમાં અને સાંજના બીડું હોમવાના સમયે બહોળી સંખ્યામાં લોકો ઉમટયા હતા. સાંજે મહા આરતી કરવામાં આવી હતી.
ત્યારબાદ પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. સાથે સાથે મંદિરની બાજુમાં એક જગ્યા રાખવામાં આવેલું તેનું ટ્રસ્ટીઓના હસ્તે આ જગ્યાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં રાજુલા શહેરમાંથી અનેક વેપારીઓ અગ્રણીઓ તેમજ આગેવાનોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ધરમદાસ નંદલાલ મહેતા, મેનેજીંગ ટ્રસ્ટી અનુપભાઈ પ્રતાપભાઈ મહેતા તેમજ અન્ય ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.