અમરેલી LCB દ્વારા રાજુલા વિસ્તારમાંથી એક વ્યક્તિને શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ન્ઝ્રમ્ ટીમે બાતમીના આધારે ચાંચ ગામના ચતુર પોપટભાઈ ગુજરીયાને અટકાવી, તેની પાસેથી બે મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આ બંને ફોન તેની પત્નીને મળ્યા હતા. ટેકનિકલ તપાસમાં ખુલાસો થયો કે, આ ફોન રાજુલામાં થયેલી ઘરફોડ ચોરીના હતા. આ ઘટના ગત તા. ૧૨/૧૧/૨૦૨૪ ના રોજ બની હતી. રાજુલાના રહેવાસી સદરૂદ્દીનભાઈ દલ પોતાના બે મોંઘા મોબાઈલ ફોન (૧૬૦,૦૦૦ કિંમતના Phone 16 Pro Max અને Samsung Ultra ) તેમના સંબંધીના ઘરે સાચવવા આપ્યા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યો ચોર તેમના સંબંધીના ઘરના તાળા તોડી ફોન ચોરી ગયો હતો. આ મામલે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. અમરેલી LCB એ ચોરી થયેલા બંને ફોન, જેની કિંમત ૧,૫૫,૦૦૦ છે, તે રિકવર કર્યા છે.









































