હાલમાં આકરો તાપ અને ઉનાળો છે ત્યારે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા એક પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું હતું. ટાવર પાસે આવેલી સરકારી હોસ્પિટલની બહાર એક પાણીનું પરબ મૂકવામાં આવ્યું છે. આવતા જતા રાહદારીઓ તેમજ હોસ્પિટલના દર્દીઓને આ પાણી મળી રહે તે માટે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.