રાજુલા વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ૪૬મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક ધારાસભ્યના કાર્યાલય ખાતે પક્ષનો ગૌરવવંતો ધ્વજ ફરકાવીને કરવામાં આવી હતી. આ ઉપરાંત પક્ષના વરિષ્ઠ કાર્યકર્તા, પ્રદેશ આગેવાન અને પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણના નિવાસ્થાન ખાતે પણ પક્ષનો ધ્વજ લહેરાવીને આ દિવસને યાદગાર બનાવવામાં આવ્યો હતો. આ મંગલ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય વિક્રમભાઈ શિયાળ, બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ સાગરભાઈ સરવૈયા, તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ ગુજરીયા, શહેર ભાજપ મહામંત્રી પરેશભાઈ ગોહિલ સહિતના હાજર રહ્યાં હતા.









































