પાલીતાણા શેત્રુંજી વન્યજીવ વિભાગ દ્વારા સિંહના સંરક્ષણ માટે ટ્રેન દ્વારા અકસ્માત ન બને તેની કાળજી રાખનાર રેલવે સેવક અને ટ્રેકર્સની ઉત્કુષ્ટ કામગીરીની નોંધ લેવામાં આવી હતી. રાજુલાના રેલવે ટ્રેક પર વન્યપ્રાણી અકસ્માત નિવારવા માટે સુંદર કામગીરી કરનાર રેલ્વેસેવકો અને ટ્રેકર્સને એસીએક અને આરએફઓના હસ્તે પ્રશંસા પત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હાજર રહેલા વન અધિકારીઓએ ચોમાસા દરમિયાન રેલ્વેટ્રેક પર સિંહ અકસ્માત નિવારવા માટે સાવચેતી માટે શું પગલા ભરવા એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ તેમજ રેસ્કયૂ ટીમ અને સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી.