અમરેલી જિલ્લામાંથી જુગારની બદીને દુર કરવા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. રાજુલા રેલવે સ્ટેશન પાસેથી પોલીસે ત્રણ જુગારીને ૧૨૬૦ રોકડા સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. પોલીસે કેશુભાઇ બારૈયા, ભીખાભાઇ બાંભીણીયા તથા વિપુલભાઇ વાસીયાને જાહેરમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતાં રોકડ રકમ ૧૨૬૦ સાથે દબોચી લીધા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એચ.એલ.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.