ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપી હતી કે મંગળવારના રોજ, લોકો પાયલટ મકવાણા આશિષભાઈ અને સહાયક લોકો પાયલટ સતીશ કુમાર ગુર્જર દ્વારા રાજુલા નજીક એક સિંહ રેલવે ટ્રેક ઓળંગતો જોવા મળ્યો અને માલગાડીને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને રોકી હતી. રાજુલા જંકશનથી લોકો પાઇલોટને સિંહોની હિલચાલ અંગે ચેતવણીના આદેશો આપવામાં આવ્યા હતા. લોકો પાઇલટે ટ્રેન મેનેજરને જાણ કરી હતી અને ત્યારબાદ ફોરેસ્ટ ટ્રેકર દ્વારા ટ્રેક ક્લિયર કર્યા બાદ જ્યારે બધી સ્થિતિ સામાન્ય થઈ ગઈ, ત્યારે ફોરેસ્ટ ગાર્ડ/ટ્રેકરે લોકો પાઇલટને ટ્રેન ચલાવવા કહ્યું હતું. લોકો પાઇલટ દ્વારા ટ્રેનને કાળજીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.