રાજુલા માર્કેટિંગ યાર્ડના પૂર્વ પ્રમુખ અને ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલની ઉત્કૃષ્ટ કામગીરી બદલ બહુમાન કરવાનો કાર્યક્રમ ભાજપના અગ્રણી અને યાર્ડના પૂર્વ ઉપપ્રમુખ મનુભાઈ ધાખડા દ્વારા સહકારી અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. રાજુલા માર્કેટિંગ યાર્ડ અને રાજુલા ખરીદ વેચાણ સંઘ તેમજ પટેલ સમાજના પ્રમુખ તેમજ અનેકવિધ સંસ્થાઓ સાથે જાડાયેલા હોય ત્યારે રાજુલા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ઉપપ્રમુખ એવા મનુભાઈ ધાખડા દ્વારા જીજ્ઞેશભાઈ પટેલનો ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મનુભાઈ ધાખડા દ્વારા જીજ્ઞેશભાઈ પટેલને ફુલહાર તેમજ શાલ ઓઢાડી તેમણે કરેલી કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.









































