રાજુલામાં ચકલીના ઘર ૫૦૦૦ નિશુલ્ક વિતરણ કરવામાં આવશે. રાજુલા નેચર ક્લબ દ્વારા રાજુલાના પર્યાવરણ પ્રેમી વિપુલ લહેરી છેલ્લા ૨૫ વર્ષથી ચકલીના માળા વિતરણ કરી રહ્યા છે. આ ચકલીના માળાના દાતા વણિક સમાજના રાજુભાઈ મહેતા મુંબઈ, જીતુભાઈ પારેખ મુંબઈ, ભાવિકભાઈ સંઘવી રાજુલા, નટવરલાલ ધનજીભાઈ લહેરી હસ્તક વિપુલ લહેરી દ્વારા ૫૦૦૦ ચકલીના માળા વિતરણ કરવામાં આવશે. સવારે ૯ઃ૩૦ કલાકે પોલીસ સ્ટેશન પાસે ચકલીના માળા વિતરણ કરવામાં આવશે. રાજુલા નેચર પ્રમુખ વિપુલ લહેરી, ઉપપ્રમુખ ચેતન ઠાકર, મહામંત્રી મનસુખ વાઘેલા, સહમંત્રી પ્રવીણભાઈ ગોહિલ, કથડભાઈ આહીર દ્વારા ચકલીના માળા વિતરણ કરવામાં આવશે.