રાજુલા-મહુવા નેશનલ હાઇવે બિસ્માર બનતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ચાલીસ કિલોમીટર રોડને પસાર કરવા માટે દોઢથી બે કલાક જેટલો સમય વીતિ જાય છે. આ રોડ પર અનેક વખત નાના-મોટા અકસ્માતની ઘટનાઓ બને છે. આ રોડ પર પડેલા ખાડા પુરવા માટે જ્યારે કામગીરી શરૂ હોય ત્યારે કોઇ જવાબદાર અધિકારીની ઉપસ્થિતિ ન હોવાના કારણે કામગીરી લોલમલોલ થતી હોય, લોકોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે. વાહન ચાલકોને પડતી મુશ્કેલીને ધ્યાને લઇ જવાબદાર વિભાગ દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.