રાજુલામાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પ્રયાસોથી રાજુલા-ભાવનગર રૂટમાં નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજુલા ડેપોમાં ૨૫ શેડ્‌યુલ છે જેમાં દરરોજની અઢી લાખ ઉપરની આવક આવે છે. ચેમ્બરના માજી પ્રમુખ બકુલભાઈ વોરાએ નવું શેડ્‌યુલ અથવા બંધ કરેલ શેડ્‌યુલ શરૂ કરવા માટે માંગણી કરેલ છે. તેમજ એભલવડ માણસા નાઇટ બસ શરૂ કરવા માટે એભલવડના સરપંચ જગાભાઈ તેમજ રાજુલા માણસા નાઈટ બસ શરૂ કરવા માટે ટીકુભાઈ વરુએ પણ એસટી નિયામક સોલંકીને રજૂઆત કરી છે. આજે રાજુલા ભાવનગર એક્સપ્રેસ નવી બસ ફાળવતા શ્રીફળ વધેરી નગરપાલિકાના માજી પ્રમુખ રવુભાઈ ખુમાણ તથા ડેપો મેનેજર મમતાબેન જોષીએ લીલી ઝંડી આપી હતી. માજી ચેમ્બર પ્રમુખ બકુલભાઈ વોરા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ગૌરાંગભાઈ મહેતા, નગરપાલિકાના સદસ્ય અતુલભાઇ વાઘેલા, મનીષભાઈ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ નવી આધુનિક બસ લક્ઝરી ટાઈપ છે.