રાજુલામાં આજે બપોરના સમયે બાયપાસ પાસે બેફામ ટ્રક ચાલકે હિંડોરણા ટોકીઝ પાસે રહેતા મજુર મહિલા ભાનુબેન ભગવાનભાઈ મકવાણાને હડફેટે લેતા મહિલાનું કમકમાટી ભર્યું મોત થયું હતું અને ટ્રક ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ હિરાભાઈ સોલંકીને થતા રણછોડભાઈ મુકવા, ભરતભાઈ બારૈયા, અસ્લમભાઈ દલ સહિત સેવાભાવી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનાના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.