રાજુલાના પીઆઈ આર.એમ.ઝાલા તથા બાબરા પીઆઈ ડી.વી. પ્રસાદની અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા અરસપરસ બદલી કરવામાં આવી છે. આ બંને પોલીસ અધિકારીઓ કડક છાપ ધરાવે છે. ત્યારે બાબરા અને રાજુલામાં ગુનાહિત પ્રવૃતિઓ કરતા ઈસમો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.