અમરેલી જિલ્લામાં વાહન ચાલકોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજુલા બસ સ્ટેશન પાસે વિદ્યાર્થીને અડફેટે લઈ ઈકો ચાલક ફરાર થઈ ગયો હતો. ફરહાનભાઇ ફીરોજભાઇ જોખીયા (ઉ.વ.૨૦)એ ઇકો ફોરવ્હીલ રજી.નં-GJ-૧૪-૯૬૯૨ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાની ટુ વ્હીલ લઇને રાજુલા ગામમાં આંટો મારવા ગયો હતો. બસ સ્ટેશન સામે જાહેર રોડ ઉપર પહોંચતા આરોપીએ પોતાના હવાલાની ઇકો ફોરવ્હીલ પુરઝડપે ચલાવી આવીને તેમને ટક્કર મારી હતી. જેમાં જમણા હાથમાં કાંડાના ભાગે ફ્રેકચર કરી તથા બન્ને નેણની વચ્ચે ચાર ટાંકાની ઇજા થઈ હતી. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.વી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.