સમગ્ર અમરેલી જિલ્લામાં રાષ્ટ્રગીત-વંદે માતરમ્ ઉજવવા બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા જાણ કરવામાં આવેલ. જે અનુસંધાને રાજુલામાં પ્રાંત કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. સ્વતંત્રતાની ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમ્ના માધ્યમ દ્વારા રાષ્ટ્રચેતના અને માતૃભૂમિ માટેના ગર્વના એકસૂત્રના સંદેશ થકી સમગ્ર ચળવળ એક તાતણે બંધાઈ હતી. આ રાષ્ટ્રગીતના ૧૫૦ વર્ષો પૂર્ણ થયા હોય રાજુલામાં પ્રાંત કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર સહિતના સમગ્ર સ્ટાફ દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર સ્ટાફ દ્વારા વંદે માતરમુના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સ્વદેશી વસ્તુ અપનાવવાના અને કચેરી ખાતે સ્વચ્છતા રાખવા બાબતે પણ શપથ લેવામાં આવ્યા હતા.










































