દિવાળીનો પર્વ આવતા જ જરૂરીયાતમંદ પરિવારોની મદદ માટે રાજુલા પોલીસ સ્ટાફે મદદનો હાથ લંબાવ્યો છે. જરૂરીયાતમંદ પરિવારો દિવાળીનો પર્વ હર્ષોલ્લાસથી ઉજવી શકે તે માટે રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા ઝૂંપડપટ્ટીમાં પહોંચી મીઠાઈ, ફરસાણ અને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિવાળીના પર્વ પર ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના ચહેરા પર ખુશી રેલાવાનો અનોખો પ્રયાસ કર્યો હતો. રોજનું કરી રોજનું ખાતા લોકો માટે દિવાળીના તહેવારમાં તમામ વસ્તુઓ ખરીદવી શક્ય નથી હોતી ત્યારે રાજુલા પોલીસની ટીમે સરાહનીય કામગીરી કરી છેવાડાના માનવીના ચહેરા પર ખુશી લાવવાનું અનોખુ કામ કર્યું હતું. ફટાકડા, મીઠાઈ અને ફરસાણની કીટ મેળવી ઝૂપડપટ્ટીમાં રહેતા લોકો અને બાળકો ખુશ જોવા મળ્યા હતા.