અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાટના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં યોજાતી જનસંપર્ક સભાઓના ભાગરૂપે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ. કોલાદરાના નેતૃત્વમાં યોજાયેલી આ સભામાં શહેરના અગ્રણી વેપારીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ સભાનો મુખ્ય હેતુ વ્યાજખોરીના દૂષણને ડામવાનો અને લોકોને જાગૃત કરવાનો હતો. પી.આઈ. કોલાદરાએ ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે, જો કોઈ પણ વ્યક્તિએ વ્યાજે નાણાં લીધા હોય અને ત્યારબાદ વ્યાજખોરો દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય, તો તેઓએ ડર્યા વગર પોલીસનો સંપર્ક કરવો જોઈએ.