ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા સાતેક મહિનાથી નાસતા ફરતા આરોપી અને ભોગ બનનારને રાજુલા સર્વેલન્સ પોલીસ ટીમે શોધી કાઢ્યા છે. રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. કોલાદરાની ચોક્કસ બાતમીના આધારે રાજુલા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડે છેલ્લા સાતેક મહિનાથી નાસતા ફરતા આરોપી કરશનભાઈ વજુભાઈ વંશ, રહેઃ ચીખલી, તા. ઉના, જિ. ગીર સોમનાથ)ને રાજુલા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારમાંથી ચોક્કસ બાતમીના આધારે શોધી કાઢ્યો હતો.