રાજુલા પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા દોઢેક માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડી મોટર સાયકલ, એન્ડ્રોઇડ મોબાઇલ સહિત કુલ રૂ. ૩૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે જાપોદર ગામના બસ સ્ટેશનમાંથી એક ઇસમ પાસેથી કોઇ બીલ કે આધાર પૂરાવા વગરના જુદી-જુદી કંપનીના અને અલગ અલગ મોડેલના ૩ એન્ડ્રોઇડ મોબાઇલ તથા મોટર સાયકલ એક્સ્ટ્રીમ શક પડતી મિલકત તરીકે કબજે કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી. આરોપીએ પોતાનું નામ મહેશ કનુભાઇ ધાખડા (ઉ.વ.ર૯) જણાવ્યું હતું. મહેશ ધાખડાની રાજુલા પોલીસ સ્ટેશનના ગુનામાં ધોરણસર અટક કરવામાં આવી હતી.