રાજુલા નગરપાલિકામાં આગામી ર૦મીએ પ્રમુખ પદની ચૂંટણી યોજાનાર છે ત્યારે અત્યારથી જ ૧૪ સભ્યો ભૂગર્ભમાં ઉતરી ગયાની ચર્ચાએ જાર પકડ્યું છે. ત્યારે પ્રમુખ પદ કોને મળે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. રાજુલા નગરપાલિકામાં છેલ્લા ૪ વર્ષમાં ૭ પ્રમુખો બદલાઇ ચૂક્યા છે અને હવે ૮મા પ્રમુખ આવશે.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે મળેલી પાલિકાની સામાન્ય સભામાં તૌકતે વાવાઝોડાના લાખો રૂપિયાના બિલ મામલે બઘડાટી બોલી હતી. રાજુલા નવા પાલિકા પ્રમુખ બનનાર સામે રોડ-રસ્તા, ગંદકી સહિતના પ્રશ્નો પડકાર બની રહેશે, ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ આવશે કે કેમ? તે જાવાનું રહ્યું.