રાજુલા પાલિકાના ૮૦ કર્મચારીઓને દિવાળી પૂર્વે જ એરીયર્સ ચુકવવામાં આવતા કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. ધારાસભ્ય અંબરીશ ડેર, પાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ લાખણોત્રાએ ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી સાથે કર્મચારીઓ બાબતે પરામર્શ કરતા  દિવાળી પૂર્વે ચોથા વર્ગના કર્મચારીઓને રૂ.પ૦૦૦ એડવાન્સ ચુકવવામાં આવ્યા છે. દિવાળી પહેલા જ ચોથા વર્ગના કર્મચારીઓને એડવાન્સ રકમ મળતા કર્મચારીઓએ ધારાસભ્ય, પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે.