અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધારે છે. પરંતુ સિંહોની પજવણી અમુક ઈસમો દ્વારા કરવામાં આવતી હોવાથી સિંહપ્રેમીઓમાં ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે. જેમાં થોડા દિવસ પહેલા રાજુલા તાલુકાના બર્બટાણા ગામે સિંહની પાછળ ટ્રેકટર દોડાવવામાં આવતુ હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાથી વનવિભાગ પણ સતર્ક થયો હતો અને આ વીડિયો અંગે તપાસ શરૂ કરી હતી. જા કે આ બાબતે વન વિભાગે એક શખ્સ સામે ફરિયાદ પણ નોંધી છે.
જા કે આ ઘટનામાં એકથી વધારે શખ્સો સંડોવાયેલા હોવાની વનવિભાગને શંકા છે. આ પંથકમાં ગેરકાયદે સિંહ દર્શન તેમજ સિંહોની પજવણી કરવાની ઘટનાઓ વારંવાર બને છે ત્યારે આ બાબતે હવે વનખાતાને પણ વધુ સતર્ક બનવાની જરૂર હોવાનું સિંહપ્રેમીઓ જણાવી રહ્યાં છે.