અમરેલી જિલ્લામાં જુગારની પ્રવૃત્તિને ડામવા પોલીસ દ્વારા કડક કામગીરી કરવામાં આવી રહી છે. રાજુલા પંથકમાં બે સ્થળેથી મળી પોલીસે ૮૨૯૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજુલામાં મેજીક સ્ટેન્ડ પાસે આવેલી ઝુંપડપટ્ટીમાંથી જેન્તીભાઇ કુંવરીયા, રામજીભાઇ ચીભડીયા, કિશનભાઇ ચીભડીયા તથા શ્યામભાઇ ગુજરીયા તીનપત્તીનો જુગાર રમતાં રોકડા ૧૪૯૦ સાથે ઝડપાયા હતા. જ્યારે જુની કાતર ગામે ટીંબા વિસ્તારમાંથી બાબુભાઇ બાંભણીયા, સુખાભાઇ ગોહિલ, છગનભાઇ ડોડીયા, ભાવેશભાઇ ધુંધળવા, ગોબરભાઇ કવાડ તથા માધાભાઇ મકવાણાને તીનપતીનો
જુગારધારા અંતર્ગત કાર્યવાહી કરી હતી.