રાજુલાના વારાહસ્વરૂપ ધામ ખાતે રાજુલા પંચાયત પ્રમુખ મીઠાભાઇ લાખણોત્રા દ્વારા તુલસી વિવાહનું આયોજન કરાયું હતું. આ તકે ભાજપ આગેવાન હીરાભાઇ સોલંકી સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હીરાભાઇ સોલંકીએ જણાવ્યું કે, તુલસી વિવાહ એટલે ખુદ ઠાકોરજી એટલે કે કૃષ્ણ ભગવાનના લગ્ન છે.
તુલસી વિવાહમાં શિયાળ બેટથી સરપંચ હમીરભાઇ શિયાળ તેમજ ગામ આયોજિત ઠાકોરજીની જાન આવી હતી. આ તકે લોકડાયરો પણ યોજવામાં આવ્યો હતો. જેમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી. આ તકે હરસુરભાઇ લાખણોત્રા, મુકેશભાઇ ગુજરીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.