રાજુલા નાગરિક સહકારી બેન્ક દ્વારા એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. રાજુલા નાગરિક બેંક પરિવાર દ્વારા રાજુલા શહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અને ખરીદી કરવા આવતા લોકો માટે પાણીની પરબ શરૂ કરવામાં આવી છે.હાલ ખૂબ જ ગરમી અને તાપ પડી રહ્યો હોય ત્યારે આવા સમયે પાણીની વ્યવસ્થા હોવી જરૂરી હોય ત્યારે રાજુલા નાગરિક બેંક પરિવાર દ્વારા રાજુલા પોલીસ સ્ટેશન આવતા જતા તમામ લોકોને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી સારી પહેલ કરવામાં આવી છે. મોટા ભાગે વિવિધ સંસ્થાઓ દ્વારા પણ આવા પરબ શરૂ
આભાર – નિહારીકા રવિયા કરવામાં આવતા હોય છે. પરંતુ બેંક દ્વારા રાજુલા શહેરમાં પાણીનું પરબ શરૂ કરવામાં આવે તેવી આ પ્રથમ ઘટના છે.