રાજુલા શહેરના કટલેરી હોજીયરીના હોલસેલ વેપારી મનીષભાઈ કાનાબારની દુકાનમાં આકસ્મિક આગ લાગવાથી તેમના માલ સ્ટોકનું મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું. ભોગ બનનાર વેપારીનું રાજુલા નાગરિક બેંકમાં સીસી લોન ખાતું છે. બેંક દ્વારા સીસી લોનના તમામ ખાતામાં વીમો લેવામાં આવે છે, જે અન્વયે બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડા તથા વાઇસ ચેરમેન દિનેશભાઈ પારેખ અને સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા વેપારીને રૂબરૂ બેંકમાં બોલાવી તેના માલ સ્ટોકની નુકસાનીના વળતરની રકમ રૂ. ૧૦૧૯૦૦૦નો ચેક તેમને બેંક દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો.