રાજુલા નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઇ લાખણોત્રા ગમે તે ઘડીએ રાજીનામું આપે તેવું જાણવા મળ્યું હતું. ત્યારે ૪ વર્ષમાં આ ૭મા પ્રમુખ બદલાશે. આ અંગે ધારાસભ્ય અંબરીશભાઈ ડેરે જણાવ્યું હતું કે, ઘનશ્યામભાઇ લાખણોત્રાનો પરિવાર દુબઇમાં રહેતો હોય જેથી તેમને દુબઇ જવાનું હોવાથી તેઓ રાજીનામું આપી રહ્યા છે. ધારાસભ્યએ હવે પછી પ્રમુખ કોણ બનશે, તે અંગે કહેવાનું ટાળ્યું હતું. બીજી તરફ ચર્ચાતી માહિતી મુજબ સવા-સવા વર્ષના વારાનું નક્કી થયા મુજબ વર્તમાન પ્રમુખને સવા વર્ષ પૂર્ણ થતા તેઓ રાજીનામું આપી રહ્યા છે. ત્યારે હવે આગામી દિવસોમાં જાવું રહ્યું કે, પ્રમુખ પદ કોને સોંપવામાં આવે છે.