ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઇ વેકરીયા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઇ શિયાળ તથા રાજુલા તાલુકા ભાજપ પ્રમુખ હરસુરભાઇ લાખણોત્રા સાથે સંકલન કરી રાજુલા તાલુકા યુવા ભાજપના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે રામજીભાઇ ગુજરીયા, મહામંત્રી તરીકે ધીરૂભાઈ નકુમ, ઉપપ્રમુખ તરીકે સાવજભાઇ લાખણોત્રા, પ્રવિણભાઇ મકવાણા, મંત્રી તરીકે રઘુભાઇ વરૂ, સંદીપભાઇ પીપળીયા, કૌશીકભાઇ વાણીયા, મધુભાઇ મકવાણા અને કોષાધ્યક્ષ તરીકે નીલેશભાઇ ચૌહાણની વરણી કરવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારોને જિલ્લા અને તાલુકા ભાજપના આગેવાનોએ અભિનંદન પાઠવ્યાં છે તેમ સુમરાભાઇ વાઘની યાદીમાં જણાવ્યું છે.