પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૩ વર્ષ અગાઉ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૦૭ થી તા.૧૫ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરુપે રાજુલા તાલુકા કક્ષા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રાજુલા પ્રાંત અધિકારી ડા.મેહુલ બરાસરાના અધ્યક્ષ સ્થાને ભારત વિકાસની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાકાર કરવા રાષ્ટ્ર નિર્માણ માટે સંકલ્પબદ્ધ થયા હતા.