રાજુલા તાલુકાના આરોગ્ય કેન્દ્રો દ્વારા ૩૧મી મેના રોજ “વિશ્વ તમાકુ નિષેધ દિવસ”ની ઉજવણી
જનજાગૃતિ રેલી દ્વારા કરવામાં આવી હતી. આ વર્ષની થીમ “તમાકુ અને નિકોટીન ઉત્પાદનો પર ઉદ્યોગની યુક્તિઓનો ખુલાસો” પર કેન્દ્રિત હતી, જેનો ઉદ્દેશ્ય લોકોને વ્યસન છોડવા અને તેનાથી થતી હાનિકારક અસરો પ્રત્યે
જાગૃત કરવાનો હતો. તાલુકા હેલ્થ ઓફિસ રાજુલા હેઠળના ડુંગર, ભેરાઈ, ખેરા અને અર્બન રાજુલા સહિતના આરોગ્ય કેન્દ્રો ખાતે રેલીનું આયોજન થયું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડા. એન.વી. કલસરીયા અને આરોગ્ય સ્ટાફે લોકોને બીડી, સિગારેટ, માવો, બજર અને દારૂ જેવા વ્યસનોથી દૂર રહેવા સલાહ આપી હતી. આ અવસરે ૬૦૦થી વધુ આરોગ્ય સ્ટાફ અને લોકોએ તમાકુ નિષેધનો સંકલ્પ લીધો હતો. ઈ.એમ.ઓ. ડા. એ.કે. સિંઘે જણાવ્યું હતું કે યોગ્ય ઉપચાર અને પ્રબળ ઈચ્છાશક્તિ દ્વારા તમાકુનું વ્યસન છોડવું શક્ય છે. જિલ્લા કક્ષાએ ટોબેકો કાઉન્સેલર રિયાજભાઈ મોગલ અને સોશ્યલ વર્કર નરેશભાઈ જેઠવા દ્વારા તમાકુ મુક્તિ માટે સતત પ્રસાર-પ્રચાર અને વર્કશોપ યોજવામાં આવી રહ્યા છે.