રાજુલા તાલુકાના ચાંચબંદર ખાતે કાર્યરત ‘અગરીયા ઉત્કર્ષ ટ્રસ્ટ’ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનમાં ભારે વરસાદથી પ્રભાવિત અગરીયા પરિવારોને તાત્કાલિક સહાય અને યોગ્ય વળતર આપવા માંગ કરાઈ છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, રિચ રાઇસ આઇલેન્ડ વિસ્તારના માઠાઓમાં અગરીયા યુવાનો મીઠાનું ઉત્પાદન કરે છે. તાજેતરમાં ભારે વરસાદ અને નદીના પાણીના પ્રવાહને કારણે આશરે ૪,૦૦૦ વાર જમીન ધોવાઈ ગઈ છે, જેમાં અંદાજે ૨ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૨૧થી વિવિધ સાઇટોના સર્વે મુજબ અન્ય ૧.૯૯ કરોડ રૂપિયાનું વધારાનું નુકસાન પણ નોંધાયું છે. ટ્રસ્ટે મહેસૂલ વિભાગના અહેવાલો રજૂ કરી યોગ્ય વળતર આપવા સરકાર સમક્ષ માંગ કરી છે.







































