રાજુલા તાલુકાના પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા, રાજ્ય મંડળના આદેશ મુજબ ૧લી નવેમ્બરથી રાજુલા તાલુકાના તમામ દુકાનદારો હડતાળમાં જોડાયા છે. સસ્તા અનાજના દુકાનદારો આજથી હડતાલ પર જતા હોય જેથી ગરીબ વર્ગને અનાજ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. મહિનામાં અનેકવાર સર્વરની ખામી સર્જાતા ગ્રાહકોને ધક્કા જાય છે જેથી ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે બોલાચાલી પણ થતી હોવાથી આખરે કંટાળી સસ્તા અનાજના દુકાનદારોએ આજથી હડતાલમાં જવાનું એલાન કર્યું છે.