રાજુલા તાલુકાના સમઢીયાળા ગામે રસ્તાનું કામ ગ્રામજનોએ અટકાવતા હોબાળો મચી જવા પામ્યો હતો. સમઢીયાળા ગામે ગ્રામજનોની સુવિધામાં વધારો થાય તે માટે રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે રસ્તાના કામમાંથી નિકળતી માટી ગામમાં જ ઉપયોગી થાય તેવું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આ બાબતનું પાલન કરવામાં ન આવતાં સરપંચ સહિત ગ્રામજનોએ રસ્તાનું કામ અટકાવી દીધું હતું.