રાજુલાના વિસળીયા ગામેથી પોલીસે સાત શકુનીને ઝડપી પાડ્‌યા હતા. તેમની પાસેથી રૂ. ૧૧,૨૬૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દેવશીભાઇ આતુભાઇ શિયાળ, દિનેશભાઇ છગનભાઇ સરવૈયા, ધીરૂભાઇ માધાભાઇ વાઘેલા, કિશોરભાઇ છગનભાઇ સરવૈયા, ભરતભાઇ સોમાતભાઇ સરવૈયા, રાઘવભાઇ દેગણભાઇ જોળીયા તથા શૈલેષભાઇ સોંડાભાઇ શિયાળ જાહેરમાં ગંજીપત્તાનાં પાના તથા પૈસા વડે હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂ.૧૦,૪૦૦ તથા જુગારના પટમાંથી મળી આવેલા રોકડ રૂ.૮૬૦ મળી કુલ કિ.રૂ.૧૧,૨૬૦ ના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન પકડાયા હતા. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પારસભાઈ વિઠ્ઠલભાઈ પંડ્‌યા વધુ તપાસ કરી રહ્યા છે.