રાજુલા તાલુકાના વિવિધ ગામોમાં આત્મનિર્ભર ગ્રામયાત્રા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પટવા ગામે ખોડીયાર માતાજીના મંદિર ખાતે તેમજ ભેરાઇ ગામે પ્રાથમિક શાળા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામયાત્રા દરમિયાન તાલુકાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિક્રમભાઇ શિયાળ, મીઠાભાઇ લાખણોત્રા, રાજાભાઇ શિયાળ, હિતેશભાઇ હડીયા, હરસુરભાઇ લાખણોત્રા, મુકેશભાઇ ગુજરીયા, જીલુભાઇ બારૈયા, ભાણજીભાઇ, હરિભાઇ, લાલાભાઇ, બાબુભાઇ રામ સહિતના લોકો ઉપÂસ્થત રહ્યા હતા.