રાજુલાના માંડણ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય, સાંસદ, ૧૫મું નાણાપંચ, જિલ્લા આયોજન મંડળ, એટીવીટી, આઈસીડીએસ યોજના, સ્વચ્છ ભારત મિશન, નરેગા યોજના, પંચવટી સીડીપી વિગેરે ગ્રાન્ટના કામોમાં ૫.૬૮ કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માંડણમાં ૧૪ લાખના ખર્ચે તૈયાર થયેલ ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ માંડણમાં જુદી જુદી જગ્યાએ ૮.૭૫ લાખના ખર્ચે ગટરના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ આંગણવાડીમાંથી નિવૃત્ત થયેલી ૮૨ મહિલાઓને ગ્રેજ્યુઈટીની ૭૪ લાખની રકમ ચુકવાઈ હતી. ઉપરાંત નિરાધાર વૃદ્ધ સહાય, વિધવા સહાય, ગંગા સ્વરૂપા આર્થિક સહાય વિગેરે ૧૨ લાભાર્થીઓને મંજૂરીના આદેશો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ રાજુલાના જુદા જુદા ગામોમાં ૬ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાની મંજૂરી અપાઈ હતી.